મહત્વનું છે કે, સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ઇટીવી ભારત દ્વારા “વૈષ્ણવ જનથી તેણી રે કહિયે" ગીતને રિલીઝ કરીને સમગ્ર દેશમાં શાંતિ અને એક્તાનો સંદેશો ફેલાવવાના પ્રયત્નો કર્યા છે, ત્યારે આ વાતને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે પણ આવકારી હતી અને રિ-ટ્વીટ કરીને આ વાત વિશે શુભેચ્છા પાઠવી હતી. જે બાદ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી અને ઇટીવી ભારતને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી ઈટીવી ભારતની પ્રશંસા કરતા લખ્યું હતું કે, પૂજ્ય બાપુના પ્રિય ભજનની અનોખી રજૂઆત માટે ઈ ટીવી ભારતને હાર્દિક અભિનંદન. મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારત અભિયાનમાં જાગૃતિ લાવવા માટે મીડિયા જગતનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. હવે દેશમાં સિંગલ યૂઝ પ્લોસ્ટિકથી મુક્ત કરવાનો છે.
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ ટ્વીટ કરીને ઈટીવી ભારતની પ્રશંસા કરી હતી.