લોકસભામાં નાંણા બીલ પર ચર્ચામાં ભાગ લેતા ગોયલે કહ્યું કે, સંપ્રગ (સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન) સરકારને એર વર્ષમાં 40,000 રૂપિયાની કપાતની પરવાનગી આપી છે. અમે તેને વધારીને 50,000 રૂપિયા વર્ષની કરી દીધી છે. ‘પાછલા પાંચ વર્ષમાં સરકારે બધા કરદાતાઓ માટે ઉપલબ્ઘ અને આયકર છૂટછાટમાં ધણા બદલાવ કર્યા છે. એક તરફ અમે સમાજના બધા વર્ગો માટે છૂટછાટ આપી છે.’
ઉચ્ચ કર લાભથી આર્થિક વૃદ્ધિમાં વધારો થશે: પિયૂષ ગોયલ
નવી દિલ્હીઃ નાંણાપ્રધાન પીયૂસ ગોયલે લોકસભામાં કહ્યું કે, કર દાતાઓને પાંચ લાખ રૂપિયાની છૂટને દેશભરમાં સ્વાગત કરવામાં આવ્યું અને આનાથી નાના કરદાતાઓને ઓછી ચૂકવવાના હશે. તેમના હાથમાં વધારે રોકડ રહેશે. જેનાં લીધે અર્થવ્યવસ્થામાં વધારો મળશે.
બદલાવોને પર ધ્યાન અપાવતા નાંણા પ્રધાને કહ્યું કે, હોમ લોનના વ્યાજ પરની છૂટ 1.5 લાખથી વધીને બે લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે 80સી હેઠળ પ્રમાણિત બચત માટે કરવામાં આવતા રોકાણની મર્યાદા એક લાખથી રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકારે રૂ.50,000 સુધીની નવી સ્ટાન્ડર્ડ કટ શરૂ કરી છે. જે અગાઉ પગારદાર અને પેન્શનરો માટે ઉપલબ્ધ ન હતી. આ રીતે કોઈપણ કરમાંથી મુક્તિ માટે વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરી છે. વધારાની કપાત સાથે 2.5 લાખથી રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, ‘વચગાળાના બજેટમાં અમે ટેક્સના વળતરમાં વધારો કર્યો છે, તેથી પાંચ લાખ રૂપિયાની આવક મુક્તિ આપવામાં આવી છે. અમે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ ટેક્સથી છૂટને રૂપિયા 10,000 થી રૂપિયા 40,000 વધારી છે.’