ઈન્ડીયન ઓઈલની વેબસાઈટ પ્રમાણે, શુક્રવારે દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ અનુક્રમે, 71.39 રુપિયા, 73.46 રુપિયા, 77 રુપિયા અને 74.10 રુપિયા થઈ ગયા છે. જ્યારે આ ચાર મહાનગરોમાં ડીઝલના ભાવ વધીને અનુક્રમે 66.45, 68.21, 69.63 અને 70.24 રુપિયા થયા છે.
ચૂંટણી પરિણામો પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
ન્યુઝ ડેસ્કઃ ચૂંટણી પરિણામો વચ્ચે તેલ કપંનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો કર્યો છે. શુક્રવારે ફરી એક વાર ભાવમાં વધારો થયો હતો. દેશના મહત્વના રાજ્યો મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈમા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દેવાયા છે.
ચૂંટણી પરિણામો પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો
બે દિવસમાં કોલકત્તા, દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલ 22 પૈસા જ્યારે ચેન્નાઈમાં 23 પૈસા અને ડીઝલ 25 પૈસા પ્રતિલીટર મોંઘુ થયુ છે. ચેન્નાઈમાં પેટ્રોલ 23 પૈસા અને ડીઝલ27 પૈસા મોંઘુ થયુ છે.