ઉન્નાવ રેપ રેસને લઇને સોમવારે મોડી રાત્રે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઇન્ડિયા ગેટ પર બેનર લઇને એકઠા થયા હતા અને પીડિતાને ન્યાયા અપાવવાની માગ કરી હતી. જેમા લોકોએ મોબાઇલની ટોર્ચથી શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો. અને 2 મિનટ મૌન પાળ્યું હતું.
ઉન્નાવ રેપ કેસની પીડિતાને ન્યાય અપાવવા ઈન્ડિયા ગેટ પર પ્રદર્શન - Gujarati news
નવી દિલ્હી: ઉન્નાવ રેપ કેસ સંલગ્ન કાર અકસ્માતને લઈને દરેક જગ્યાએ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓ પીડિતાને ન્યાય અપાવવા ઈન્ડિયા ગેટ બહાર એકઠા થયા હતાં. ત્યાર બાદ આ ઘટનાના વિરોધમાં પ્રદર્શનકારીઓએ ઈન્ડિયા ગેટ પર પ્રદર્શન કર્યુ હતું.
Unnao rape case
આ ઘટનાને લઇને લોકોએ દોષીઓને સખ્ત સજા આપવાની માગ કરી હતી. જ્યાં દરેક સંગઠન અને પક્ષ દેશમાં બધા જ નાગરિક એક છોકરીને ન્યાય અપાવવા એકઠા થયા હતા. ત્યાં મુદ્દો માત્ર મહિલા સાથેના દુષ્કર્મનો નહીં, પરંતુ, તેમા રાજનીતિ પણ રમાઇ રહી છે. મહિલા સાથે દુષ્કર્મ કરનાર એક ધારાસભ્ય છે. જેને પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને કેસને દબાવવાની કોશિશ કરી હતી.