મધ્યપ્રદેશ: સાગર જીલ્લાના સનૌધા પોલીસ સ્ટેશન વિસ્તારની એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં શનિવારે વાતાવરણમાં અચાનક આવેલા પરિવર્તનને કારણે વીજળી પડી હતી. જેમાં એક જ પરિવારના 4 લોકોનાં મોત થયા છે.
મધ્યપ્રદેશમાં આકાશી વીજળી પડતા એક જ પરિવારના 4 લોકોનાં થયા મોત
વિશ્વ કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા લોકોને સંક્રમણથી બચાવા લોકડાઉન અને કરફયૂ જેવા પગલા લેવામાં આવી રહ્યાં છે. જેથી તમામ લોકો ઘરમાં રહે અને વધારે ભીડ ન થવાથી સંક્રમણ અટકાવી શકાય. પરંતુ લાગે છે કે, કુદરતને જેનો ભોગ લેવો છે એને તો ઘરમાં અથવા પરિવાર સાથે હશે તો પણ લઈ જ લેશે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના સાગર જીલ્લામાં સામે આવી છે. જીલ્લાના સનૌધા પોલીસ સ્ટેશન વિસ્તારના ખાડ ગામે ખેતરમાં કામ કરતા એક જ પરિવારના ચાર લોકો પર વીજળી પડતા તેમનાં મૃત્યુ થયા હતાં.
મધ્યપ્રદેશમાં આકાશી વીજળી પડતા એક જ પરિવારના 4 લોકોનાં થયા મોત
ખેતરમાં કામ કરતા પરિવારે વાતાવરણમાં પલટો થતાં ત્યાં બાંધેલી ઝૂંપડીમાં આશરો લીધો હતો, પરંતુ ત્યારે જ વીજળી પડવાના કારણે ભરત સેન, દિનેશ, કૌશલ્યા અને તેના પુત્ર હર્ષિતનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.
ઘટના બાદ તેઓને 108થી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાં પ્રાદેશિક ધારાસભ્ય ગોપાલ ભાર્ગવ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં મૃતકના પરિવારને આશ્વાસન આપી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.