નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સવારથી વરસાદ શરુ થયો હતો. ભારતના હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે હળવા વરસાદની સાથે વાદળછાયા વાતાવરણનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. વરસાદને લીધે લોકોને પ્રચંડ ગરમીથી રાહત મળી હતી, જ્યારે ઉત્તર ભારતના અમુક ભાગોમાં તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
આ સાથે જ આઇએમડીએ અનુમાન લગાવ્યું છે કે, રાજધાનીમાં સોમવારે હળવા વરસાદની સાથે વાદળછાયુ વાતાવરણ રહેશે. મૌસમ વિજ્ઞાન વિભાગ અનુસાર આગામી અમુક દિવસોમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના અમુક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકુળ થઇ રહી છે.
37 ડિગ્રી સેલ્સિયસ રહેશે તાપમાન
આઇએમડી અનુસાર, સોમવારે રાજધાનીના અધિકતમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. મૌમસ વિભાગે રાજધાનીમાં મંગળવારે પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
29 જૂને દિલ્હીમાં આવી શકે છે મોનસૂન
વધુમાં જણાવીએ તો દક્ષિણ-પશ્ચિમ મોનસૂન એક જૂને કેરળના તટ પર દસ્તક આપવા જઇ રહ્યું છે. વધુમાં દેશના અમુક ભાગોમાં તેજીથી આગળ વધી રહ્યું છે. મૌસમ વિભાગે કહ્યું કે, રાજધાનીમાં મોનસૂનનો સમય 29 જૂન છે. જો કે, તેમાં એક સપ્તાહ જેટલું મોડું પણ થઇ શકે છે.
હવામાન વિભાગ અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં ના બરાબર વરસાદ થશે. આ વિસ્તારોને છોડીને દેશના બાકી ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમી રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં પણ આગામી સપ્તાહે વરસાદ શરુ થશે.