ગુજરાત

gujarat

By

Published : Jul 4, 2020, 4:35 PM IST

ETV Bharat / bharat

દિલ્હીની RML હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ મૃતદેહો સાથે રહેવા મજબૂર બન્યા

દિલ્હીમાં કોવિડ 19નો કહેર દિવસે દિવસે વધતો જાય છે. દરરોજ અઢીથી ત્રણ હજાર કોરોના કેસ દિલ્હીમાં નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, સૌથી ભયાનક સ્થિતિ સામે આવી છે, હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીઓની સ્થિતિ ખૂબ દયનીય છે. દિલ્હીની મોટી હોસ્પિટલોમાં સામેલ આરએમએલ હોસ્પિટલની હાલત કફોડી બની છે. અહીં કોવિડ વોર્ડમાં દર્દીઓ મરી રહ્યા છે, પરંતુ તેમની સંભાળ લેનારા કોઈ નથી. કોરોના વાયરસનો લોકોમાં એટલો ડર બેસી ગયો છે કે, આરોગ્ય કર્મચારીઓ પણ મૃતદેહ પાસે જઈ રહ્યા નથી. કોરોના દર્દીનો મૃતદેહ બેડ પર પડ્યો છે, જેથી ત્યાં રહેતા અન્ય દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ તેમને જોવા માટે કોઈ તૈયાર નથી.

દિલ્હીની RML હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ મૃતદેહો સાથે રહેવા મજબૂર બન્યા
દિલ્હીની RML હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ મૃતદેહો સાથે રહેવા મજબૂર બન્યા

નવી દિલ્હી: શહેરની આરએમએલ તે હોસ્પિટલ છે, જ્યાં કોવિડ દર્દીઓને મૃતદેહ સાથે સમય પસાર કરવો પડે છે. કોરોનાથી મૃત્યુ પામતા લોકોની હાલત જોઈને તેઓ પણ ગભરાઇ ગયા છે. તેમની ગભરાટ વધી રહી છે. તેઓ વિચારી રહ્યા છે કે, જો તેઓનું પણ મૃત્યુ થઇ જાય, તો પછી તેમનું ધ્યાન રાખનારૂ કોઈ નહીં હોય.તેઓ જાણતા પણ નથી કે, તેમને પ્રાણીઓની જેમ ક્યાં દફનાવવામાં આવશે, તેમના પરિવારોને પણ તેમની જાણકરી નહિ મળી શકે.

આ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ થયેલા એક દર્દીએ જ સવાલ કર્યો છે,કે તેઓ કેવી રીતે અમાનવીય પરિસ્થિતિમાં મૃતદેહો સાથે રહી રહ્યા છે. કોવિડથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારોને ખબર નથી હોતી કે, તેમના પિતા, ભાઈ, માતા કે બહેન કઈ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં છે. તેમની સારવાર કેવી રીતે કરવામાં આવે છે. તમે જુઓ કે, આ દર્દી રાત્રે કેવી રીતે મૃત્યુ પામ્યો, મરતા પહેલા તે રડ્યો અને ડોક્ટરને બોલાવ્યા પરંતુ, કોઈ પણ અહીં જોવા આવ્યું નહીં, તેમના મૃતદેહને લઇ જવા માટે પણ કોઈ હોસ્પિટલમાંથી આવ્યું નહીં, અમે બધા આ મૃતદેહ સાથે સમય પસાર કરી રહ્યા છીએ.

હોસ્પિટલમાં 30-40 દિવસથી દર્દીઓ અહીં દાખલ છે. તેની આજુબાજુ મૃતદેહો જોઇને દર્દીઓનું માનસિક સંતુલન કથળી રહ્યું છે. જે દર્દીઓમાં લક્ષણો નથી, તેમને રજા આપવી જોઈએ. તેઓ તેમના ઘર પર આરામથી રહી તો શકે.

ABOUT THE AUTHOR

...view details