નવી દિલ્હી: રાજધાની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં બે દોષિતોને ઝટકો આપ્યો છે. કોર્ટે અરજીનો નિકાલ કરતી વખતે કહ્યું કે, હવે કોઈ સૂચના આપવાની જરૂર નથી. ગુનેગારોની માગ પર, તિહાડ જેલ પ્રશાસને તમામ દસ્તાવેજો પૂરા પાડ્યા છે જેની માગ કરવામાં આવી હતી. જેલ પ્રશાસનના કહેવા મુજબ હજુ સુધી કોઈ દસ્તાવેજો આપવાના બાકી નથી.
આરોપી વિનયે જેલમાં લખી દરિંદા ડાયરી
સુનાવણી દરમિયાન જેલ પ્રશાસન વતી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દોષિતો દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજો તેમને આપવામાં આવ્યા છે. જેલ પ્રશાસકોએ નિર્ભયાના ગુનાની અરજી સંબંધિત દસ્તાવેજો વકીલ એ.પી.સિંઘને આપ્યા છે. જેમાં જેલમાં હતા ત્યારે વિનય દ્વારા લખેલી ડાયરી અને પેઇન્ટિંગ સામેલ છે. ડાયરીનું નામ દરિંદા ડાયરી છે.
ઇરાદાપૂર્વક વિલંબનો આરોપ
તિહાડ જેલ પ્રશાસને અદાલતમાં કહ્યું હતું કે, નિર્ભયાના આરોપીઓ જાણી જોઈને આ મામલામાં વિલંબ કરવા માગે છે અને તેમની અરજી તેને વિલંબ કરવા માટે માત્ર ચાલ છે અને બીજું કંઈ નહીં કારણ કે દસ્તાવેજો તેમને પહેલેથી જ આપવામાં આવ્યા છે.