ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડેન્ગ્યુને સામે રક્ષણ મેળવવા પતંજલિએ બનાવી દવા ! - denguenil vati ingredients

હરિદ્વારાઃ ઉત્તર ભારતમાં ડેન્ગ્યુના ત્રાસથી લોકોમાં ખુબ ભય જોવા મળે છે ત્યારે યોગગુરૂ બાબા રામદેવની પતંદલિ આયુર્વેદ સંસ્થાએ ડેન્ગ્યુની દવા બનાવાનો દાવો કર્યો છે. ડેન્ગ્યુનીલ નામની આ દવાને આયુર્વેદાચાર્ય આચાર્ય બાલકૃષ્ણએ લોન્ચ કરી હતી. પંતજલિ આયુર્વેદના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણએ તુલસી, ગિલોય અને પપૈયાના પાંદડાથી અને એલોવેરા સહિત અન્ય સામગ્રીના મિશ્રણથી દવા બનાવી હોવાનો દાવો કર્યો છે. પતંજલિએ આ દવાને ડેન્ગ્યુની સારવા માટે સૌથી વધું પ્રભાવી ગણાવી છે.

dengue nil vati patanjali

By

Published : Oct 20, 2019, 11:47 PM IST

મહત્વનું છે કે, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે ડેન્ગ્યુની સારવાર માટે પેરાસિટામોલની ગોળી ખાવાની સલાહ આપી હતી. આ અંગે આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, પેરાસિટામોલ માત્ર તાવ માટે કામ કરે છે, ડેન્ગયુમાં કોઈ રાહત નથી આપી શકતી.

પતંજલિએ ડેન્ગ્યુને પહોંચી વળવા માટે બનાવી દવા, જાણો કિંમત

પતંજલિના મહામંત્રીએ વધુમાં કહ્યું હતું કે, જ્યારથી ડેન્ગ્યુ વાયરસની ખબર પડી હતી ત્યારથી જ પતંજલિ યોગપીઠ દ્વારા ઔષધી બનાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. આયુર્વેદના પ્રમાણે ગિલોય અને એલોવેરા ઘણું લાભદાયક છે. ડેન્ગ્યુની સારવાર માટે સાઈન્ટીસ્ટના પુરા 2 વર્ષની મહેનત બાદ આ ઔષધીને બનાવાઈ છે અને આ ઔષધીમાં કોઈ હાનિકારક ત્તવોનો પ્રયોગ કરાયો નથી. મહત્વનું છે કે, આ દવા કોઈ પણ ખાય શકે છે અને પતંજલિ દ્વારા 1500 હોસ્પિટલોમાં આ દવા ઉપલ્બધ કરાવાઈ છે અને 10 દિવસની દવા કિંમત માત્ર 35 રુપિયા છે.

ABOUT THE AUTHOR

...view details