ડોડા એવુ વૃક્ષ છે. જેમાથી અફીણ નીકળે છે. માલવાંચાલમાં અફીણ મુખ્ય વ્યાપાર માટેના પાકમાં આવે છે. અહીં ખેડૂતો લાઈસન્સ સાથે અફીણની ખેતી કરે છે. પરંતુ પોપટને કારણે અફીણ ઉગાડતા ખેડૂતો મુશકેલીમા મુકાયા છે. અહીં પોપટોને અફીણની એવી લત લાગી છે, કે ખેતરોમાં અફીણ ખાય જાય છે. કેટલાક પોપટ ઝાડમાંથી ડોડાને લઇને ઉડી જાય છે.
મુઝે પીને કા શૌક નહી, પીતા હું ગમ ભૂલાને કો....અફીણના બંધાણી પોપટ - opium
ન્યૂઝ ડેસ્ક: આજ કાલ કળીયુગમાં પક્ષીને પણ નશાની લત લાગી હોય જણાઈ આવે છે. કહેવાય છે કે, નશો તમામ લોકોનો ગમ ભુલાવી દેતા હોય છે, અને આ રહસ્ય પોપટને પણ ખબર પડી ગઇ છે. તેથી ગમ ભૂલી જવા માટે પોપટે ડોડાના વૃક્ષોનો ટેકો લીધો છે. પરંતુ પોપટની આ લતને કારણે મંદસૌરના ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છે.
કાળુ સોનું કહેવાતા અફીણની પોપટને એવી લત લાગેલી છે કે, અફીણના ડોડા પાસે અસંખ્ય પોપટ આજૂબાજુમાં મંડરાવા લાગે છે. મોકો મળતા જ તેઓ આખો ડોડા સહિત છોડને ઉખાડી લઈ જાય છે. ખેડૂતોએ આ પોપટથી છૂટકારો મેળવવા ચાડિયા પણ લગાવ્યા છે તેમ છતાં કોઈ ફરક પડતો નથી. આ ઉપરાંત પારંપરિક સાધનનો પણ ઉપયોગ કર્યો, સાથે સાથે વન વિભાગની પણ મદદ લીધી, પરિણામ શૂન્ય જ આવે છે. તો વન વિભાગે પણ ખેડૂતોને સૂચનો આપ્યા છે કે, પોપટ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં ન આવે.
મંદસૌરમાં 17 હજાર ખેડૂતોને અફીણની ખેતી કરવાનું લાઈસન્સ આપવામાં આવ્યું છે. ખેડૂતો આ પોપટથી એટલા હેરાન થઈ ગયા છે કે, નાર્કોટિક્સ વિભાગને પણ જાણ કરી છે કે, તેમનો ટેક્સ ઓછો કરી નાખે. ખેડૂતોના દર્દ સરકાર સમજે કે ન સમજે પણ હાલ તો માણસ જેવો જ અવાજ કરતા આ પોપટ ક્યાક સાચે જ ગાવા ન લાગે તો નવાઈ નહી....મુઝે પીને કા શૌક નહી, પીતા હું ગમ ભૂલાને કો....