સરકાર આ સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલ પસાર કરવાનો પ્રયાસ કરશે. જ્યારે વિપક્ષ અર્થવ્યવસ્થા, જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા વિષયો સહિત અન્ય મુદ્દાઓ પર સરકારે ધેરવાનો પ્રયાસ કરશે.
સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલશે
નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે અને 13 ડિસેમ્બર સુધી ચાલશે. સરકારે બંને ગૃહોના સચિવાલયોને સૂચના આપી દીધી છે.
સરકાર આગામી સત્રમાં અનેક બિલ લાવવા સહિત બે મહત્વપૂર્ણ અધ્યાદેશને કાયદો બનાવવાની યોજના પર કામ કરી રહી છે. જેમાં એક અધ્યાદેશ સપ્ટેમ્બર આયકર અધિનિયમ 1961 અને નાણાં અધિનિયમ 2019માં સંશોધન માટે જાહેર કરવામાં આવ્યા હતા.
બીજો અધ્યાદેશ સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ઈ-સિગરેટ અને તેના ઉત્પાદન વેચાણ અને નિર્માણ પર પ્રતિબંધના સંબધમાં છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષમાં શિયાળુ સત્ર 21 નવેમ્બરે શરૂ થયું હતું અને જાન્યુઆરીમાં પહેલા અઠવાડિયા સુધી ચાલ્યું હતું.