ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીની 'પરીક્ષા પર ચર્ચા' શરૂ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર આજે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. 'પરીક્ષા પર ચર્ચા' કાર્યક્રમ અતંર્ગત તેઓ વિદ્યાર્થીઓને તણાવમુક્ત પરીક્ષા આપવા માટે ટીપ્સ આપશે.

PARIKSHA PAR CHARCHA PM
PARIKSHA PAR CHARCHA PM

By

Published : Jan 20, 2020, 7:56 AM IST

Updated : Jan 20, 2020, 11:07 AM IST

PM મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ભાગ લેશે. 'પરીક્ષા પર ચર્ચા' સવારે 11 વાગે તાલકટોરા સ્ટેડિયમમાં કરાશે. આ કાર્યક્રમમાં આ વખતે વિશેષ રીતે દિવ્યાંગ વિદ્યાર્થીઓને વડાપ્રધાન પોતાના મની વાત કહેવા અને પ્રશ્ન પૂછવાની તક આપશે.

વડાપ્રધાનની 'પરીક્ષા પર ચર્ચા'નો ત્રીજો ભાગ છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાનને સીધો પ્રશ્ન પુછવાની સુવિધા હોય છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જ વિદ્યાર્થીઓને સીધા વડાપ્રધાન સાથે જોડવાનો છે અને તેમજ વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈ પરીક્ષા આપે.

કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકના અનુસાર, દિવ્યાંગ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં વિશેષ રીતે રસ દાખવ્યો છે.

આ વખતના કાર્યક્રમમાં ભારતીય વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ પણ જોડાશે. ઈટીવી ભારતના દર્શકો આ કાર્યક્રમનું સીધુ પ્રસારણ સવારે 11 કલાકે ETV ભારત મોબાઈલ એપ પર લાઈવ નિહાળી શકશે. તો જોડાયેલા રહો ઈટીવી ભારત ગુજરાત સાથે દેશ-દુનિયાના સમાચારો માટે...

Last Updated : Jan 20, 2020, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details