ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતની કાર્યવાહી બાદ પાક.માં ફફડાટ, વૈશ્વિક હલચલ પર એક નજર

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહમૂદ કુરૈશી જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવ્યા બાદ ચીનને શરણે જવા ઉતાવળ કરી છે.  ભારતે કરેલી આ કાર્યવાહી બાદ તેઓ ચીન જવા રવાના થઈ ગયા છે. આ અંગેની જાણકારી મીડિયા દ્વારા શુક્રવારના રોજ પ્રાપ્ત થઈ હતી.

file

By

Published : Aug 9, 2019, 11:53 AM IST

Updated : Aug 9, 2019, 2:14 PM IST

શુક્રવારે સવારે ચીન જાય તે પહેલા તેમણે કહ્યું હતું કે, ભારત પોતાના અસંવૈધાનિક તરખટો અપનાવી સ્થાનિક શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચીન ફક્ત પાકિસ્તાનનું મિત્ર જ નથી, પણ આ વિસ્તારમાં એક મહત્વનો દેશ પણ છે.

આ અંગે પાક. વિદેશ પ્રધાનનું કહેવું છે કે, આવી વિષમ પરિસ્થિતીમાં ચીન ચોક્કસપણે નેતૃત્વ કરશે.

જો કે, યુરોપીય સંઘે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સમાધાન શોધવાની વાતને સમર્થન આપ્યું છે. યુરોપીય સંઘે ગુરુવારે કહ્યું હતું કે, આ મુદ્દે દ્રિપક્ષીય સમાધાન એજ એક રસ્તો છે. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન કુરૈશી સાથે યુરોપીય સંધના સુરક્ષા નીતિના ઉચ્ચ પ્રતિનિધિ ફેડેરિકા મોધેરિનીએ વાત કર્યા બાદ આ અંગે ટિપ્પણી કરી હતી. તેમણે બંને દેશોને દ્રિપક્ષીય વાર્તાલાપ કરી કોઈ સ્થાયી સમાધાન શોધવા અપિલ કરી છે.

વળી બીજી બાજુ જોઈએ તો, અમેરિકાએ પણ આ મુદ્દે પોતાના અલગ રાખવા માંગતા હોય તેમ હાથ ખંખેરી દીધા છે. અમેરિકા અગાઉની માફક જ કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ મુદ્દો છે, તેથી અમે આ બંને દેશને શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે આ મુદ્દાના ઉકેલની અપેક્ષા રાખીએ છીએ. આ અંગે અમારી નીતિમાં કોઈ ફરક નથી આવ્યો.

Last Updated : Aug 9, 2019, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details