ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં કર્યું યુધ્ધ વિરામનું ઉલ્લંઘન, 1 જવાન શહિદ, 2 નાગરિકોના મોત

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક ત્રણ સેક્ટરમાં ફાયરિંગ કર્યુ હતું. આ હુમલામાં અત્યાર સુધીમાં એક ભારતીય સૈનિક શહીદ થયો છે, જ્યારે બે નાગરિકોના મોત થયા છે. ભારતીય સેના પણ આ ગોળીબારનો વળતો જવાબ આપી રહી છે.

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં કર્યુ યુધ્ધ વિરામનું ઉલ્લંઘન, 1 જવાન શહિદ,2 નાગરિકોના મોત
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં કર્યુ યુધ્ધ વિરામનું ઉલ્લંઘન, 1 જવાન શહિદ,2 નાગરિકોના મોત

By

Published : Nov 13, 2020, 6:05 PM IST

Updated : Nov 14, 2020, 8:33 AM IST

  • પાકિસ્તાનની ફરી નાપાક હરકત આવી સામે
  • જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક ત્રણ સેક્ટરમાં ફાયરિંગ
  • એક ભારતીય જવાન શહિદ, 2 નાગરિકના મૃત્યુ
  • ભારતીય સેના આપી રહી છે વળતો જવાબ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં શુક્રવારે પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. થોડીવાર બાદ કુપવાડા જિલ્લાના કેરાન સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાને યુદ્ધ વિરામનું કર્યુ ઉલ્લંઘન

આ દરમિયાન, બારામુલ્લા જિલ્લામાં પાકિસ્તાની ગોળીબારમાં BSFના સબ ઇન્સ્પેક્ટર રાકેશ ડોવલને ઈજા થઈ હતી અને તે શહીદ થઈ ગયા હતા. તે ઉત્તરાખંડના ઋષિકેશ જિલ્લા ગંગા નગરના રહેવાસી હતા.આ સિવાય ઉરી સેક્ટરમાં થયેલા ફાયરિંગમાં બે નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે.

અધિકારીની પ્રતિક્રિયા

અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાની સેનાએ પણ બારામુલ્લાના ઉરી સેક્ટરમાં ભારતીય ચોકી પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી. તેમણે કહ્યું કે ભારતીય સેના તમામ ક્ષેત્રોમાં યોગ્ય જવાબ આપી રહી છે.

રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાની પ્રતિક્રિયા

આ અંગે સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે પાકિસ્તાને આજે કુપવાડાના ધાની વિસ્તાર (તંગધાર) માં નિયંત્રણ રેખાની બાજુ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. અત્યારે આપણા સૈનિકો પાકિસ્તાનને વળતો જવાબ આપી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું, 'આ વિસ્તારની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે, સ્થાનિક લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.' દરમિયાન, બારામુલ્લાના ઉરી, બાંદીપોરાના સુઆરેઝ અને કુપવાડાના કેરાન વિસ્તારોમાંથી પણ પાકિસ્તાન તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

કર્નલ કાલિયાએ કહ્યું, 'પાકિસ્તાની સેનાએ ગુરેઝના ઇઝમર્ગ અને બગટોર વિસ્તારોમાં, ઉરીના હાજી પીર સેક્ટર અને કુપવાડાના કેરાન સેક્ટરમાં ભારે ગોળીબાર કર્યો છે. પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો છે. તેઓને સલામત સ્થળોએ પરિવહન કરવામાં આવી રહ્યું છે.

Last Updated : Nov 14, 2020, 8:33 AM IST

ABOUT THE AUTHOR

...view details