મીડિયા રિપોર્ટના જણાવ્યાં અનુસાર F-16નો પાયલટ હજુ સુધી ગાયબ છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર જે જગ્યાએ F-16 પડ્યું, ત્યાં હાજર લોકોએ તેની સાથે મારપીટ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરંતુ પાકિસ્તાને હજુ સુધી તેનો સ્વીકાર કર્યો નથી.
પાક મીડિયામાં આ ન્યુઝ સામે આવ્યા ત્યારે આ ન્યુઝને નહીં ચલાવવાની સલાહ પણ આપવામાં આવી હતી. ઇમરાનખાન અને ત્યાંની સેના આ ન્યુઝ આવ્યા બાદ દબાવમાં આવી ગયા છે.
હકીકતમાં, તેના માટે પાકિસ્તાન જ જવાબદાર છે. કારણ કે જ્યારે પાકિસ્તાને દાવો કર્યો કે, તેને ભારતના વિમાન સાથે ટક્કર કરી છે. તે જ સમયે તે પણ કહ્યું હતું કે, પાયલટની પણ ધરપકડ કરી છે. ત્યાર બાદ જ્યારે ભારતીય અધિકારીએ જાહેરાત કરી કે, તેનો એક પાયલટ ગાયબ છે. ત્યારે આ બાબતને લઈ પાકિસ્તાન પાસે કોઈ વળતો જવાબ આપ્યો ન હતો.