ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે એર સ્પેસ ખોલવાનો ઈનકાર કર્યો

ઈસ્લામાબાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારથી આઈસલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ અને સ્લોવેનિયાના વિદેશ પ્રવાસે જશે. આ પ્રવાસ માટે પાકિસ્તાને પોતાનો એર સ્પેસ ખોલવાનો ઈન્કાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ એર સ્પેસ ખોલવાના ભારતના પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો હતો.

રાષ્ટ્રપતિ કોવિંદની વિદેશયાત્રા માટે એરસ્પેશ ખોલવાનો પાકિસ્તાનનો ઈન્કાર

By

Published : Sep 8, 2019, 7:30 AM IST

રાષ્ટ્રપતિ કોવિંદ સોમવારથી આઈસલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ અને સ્લોવેનિયાની યાત્રા ઉપર જશે. આ યાત્રામાં તેઓ ભારતની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપશે.

આ પ્રવાસ માટે રાષ્ટ્રપતિના વિમાને પાકિસ્તાનના એર સ્પેસમાંથી પસાર થવું પડે. એરસ્પેસ ખોલવાના ભારતના પ્રસ્તાવનો પાકિસ્તાને અસ્વિકાર કર્યો છે. કાશ્મીર મુદ્દાના કારણે તણાવ હોવાથી વડાપ્રધાન ઈમરાનખાને આ નિર્ણય લીધો હતો.

પુલવામા આતંકવાદી હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા હતાં. આ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ બાલકોટમાં જૈશ-એ-મોહમ્મદના આંતકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતાં. ત્યાર બાદ પાકિસ્તાને 26 ફેબ્રુઆરીથી પોતાનો હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details