પાકિસ્તાન તરફથી સમજૌતા એક્સપ્રેસનું સંચાલન રોકી દેવામાં આવ્યું છે, અને ગુરૂવારે લાહોરથી ચાલનારી ટ્રેનને રદ કરી નાખી છે. જે ગાડી ગુરૂવારે અને સોમવારે લાહોરથી અટારી સુધી ચાલે છે. રેલ્વે પ્રધાન પિયુષ ગોયલે માહિતી આપતા જણાવ્યું કે, ભારત તરફથી ટ્રેનનું સંચાલન કોઇ પણ પ્રકારે રોકવામાં આવ્યું નથી.
પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસ સ્થગિત કરી, હિન્દુસ્તાનમાં યથાવત
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ભર્યા વાતાવરણની વચ્ચે પાકિસ્તાને લાહૌરથી અટારી સુધી ચાલતી સમજૌતા એક્સપ્રેસ ટ્રેનને રોકી દીધી છે. આ ગાડી લાહોરથી દિલ્હી સુધી બે ભાગમાં ચાલે છે. પરંતુ બુધવારે દિલ્હીથી અટારી સુધી ચાલનારી ગાડી રૂટીન રીતે જ ચાલી હતી.
RAILWAY
એક અધિકારીના જણાવ્યાં અનુસાર ભારતમાં દિલ્હીથી અટારી સુધી ચાલનારી ટ્રેન બુધવારે રાત્રે 11.20 કલાકે દિલ્હીથી રવાના થઇ હતી. જેમાં કુલ 27 મુસાફરો સવાર હતાં.