રક્ષામંત્રાલય તરફથી જણાવ્યા મુજબ આ ઘટના બપોરે 12.45 કલાકે પાકિસ્તાને સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરતા પૂંછ જિલ્લામાં LOC પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન તરફથી ગોળીઓ અને મોર્ટાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
જમ્મુમાં LOC પર ભારે ગોળીબાર, નવ દિવસના શિશુનું મોત - attack in jammu kashmir
જમ્મુ: જમ્મુ તથા કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર સોમવારે પાકિસ્તાનની સેના દ્વારા કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર ગોળીબાર કરતા ભારતીય સેનાએ પણ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો.
loc
રવિવારે પણ પાકિસ્તાને ભારતના શાહપુર અને સૌજિયાનમાં સેના તથા રહેણાંક વિસ્તારોમાં હુમલો કર્યો હતો, જેમાં નવ દિવસના એક શિશુનું પણ મોત થઈ ગયું છે તથા બે નાગરિકો પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.