રાબી પીરઝાદાની આ ટ્વિટ પછી તે ટ્રોલ થઈ રહી છે. ટ્વિટર પર લોકોએ તેમના પહેરવેશને પાકિસ્તાનનો રાષ્ટ્રીય પોશાક ગણાવ્યો હતો. લોકોએ કહ્યું હતું કે, વડાપ્રધાન ઈમરાન ખાને આ પહેરવેશને પાકિસ્તાનનો રાષ્ટ્રીય પોશાક જાહેર કરી દેવો જોઈએ.
'સુસાઈડ બૉમ્બર' બનવાનું પડ્યુ ભારે, પૉપ ગાયિકા થઈ ટ્રોલ - PAKOSTANI SINGER
ઈસ્લામાબાદ: પાકિસ્તાની ગાયિકા રાબી પીરઝાદા ફરીવાર પોતાની અજીબો ગરીબ હરકતોના કારણે ચર્ચામાં આવી છે. આ વખતે રાબીએ પોતાના શરીર પર આત્મઘાતી જેકેટ બાંધી ફોટો શેર કર્યો હતો. ટિવટર પર આ ફોટો શેર કરવાની સાથે તેણે PM મોદી ઉપર પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
'સુસાઈડ બૉમ્બર' બનવાનું પડ્યુ ભારે, પૉપ ગાયિકા થઈ ટ્રોલ
પાકિસ્તાની ગાયિકા માટે આવી હરકતો નવી વાત નથી. ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ કર્યા બાદ રાબીએ સ્પટેમ્બર મહિનામાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
ગયા મહિના પંજાબ વન્યજીવ અને ઉદ્યાન વિભાગે રાબી પીરઝાદા વિરુદ્વ જંગલી ચીજવસ્તુઓ રાખવા બદલ કાર્યવાહી કરી હતી. લાહોરની એક અદાલતે તેની વિરુદ્વ ધરપકડ વોરંટ પણ ઈશ્યુ કર્યુ હતું.