જમ્મુ : પાકિસ્તાની સૈનિકોએ સોમવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા(LOC)ની બાજુમાં ફાયરિંગ કર્યું હતું. તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે તોપમારો કર્યો હતો. જેના પગલે ભારતીય સેના તરફથી જવાબી કાર્યવાહી હાથ ધરી હોવાનું સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાન સેનાએ કર્યો ગોળીબાર
પાકિસ્તાન સેનાએ નિયંત્રણ રેખા (LOC) પર ફરી ગોળીબાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાનના સૈન્યએ ફાયરિંગ કર્યુ હતું. જિલ્લાના ખારી કરમરા સેક્ટરમાં LOC પર મોર્ટાર વડે તીવ્ર તોપમારો કર્યો હતો. જેના વિરૂદ્ધ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી.
પાકિસ્તાન
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સોમવારે પાકિસ્તાનની સેનાએ જિલ્લાના ખારી કરમરા સેક્ટરમાં (LOC) પર નાના હથિયારોથી ગોળીબાર અને મોર્ટાર વડે તીવ્ર ગોળીબાર કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.
વધુ વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો અને છેલ્લા અહેવાલો મુજબ બંને પક્ષો વચ્ચે સરહદ ગોળીબાર ચાલી રહ્યો છે.