હકીકતમાં જોવા જઈએ તો હાલ થોડા દિવસોથી પાકિસ્તાનની હોસ્પિટલોમાં જીવનરક્ષક દવાઓની તંગી આવી રહી છે.જેને લઈ ત્યાં દર્દીઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. આ પ્રકારની હાલતને જોઈ પાકિસ્તાન સરકારે ભારત પાસેથી દવાઓ મગાવવા માટેની મંજૂરી આપી દીધી છે.
એક જ મહિનામાં પાકિસ્તાનની શાન ઠેકાણે આવી, આજે ભારત પાસેથી માગી રહ્યું છે દવા !
ઈસ્લામાબાદ: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વ્યાપારિક સંબંધો ખતમ થઈ ગયા છે. આ દિવસોમાં લગભગ એક મહિનાથી પાકિસ્તાન દ્વારા વારંવાર ભારતને અલગ અલગ રીતે ધમકીઓ આપતા રહ્યું છે. લગભગ એક મહિનાથી ચાલી રહેલી આ તણાવ ભરી સ્થિતીના અંતે આજે પાકિસ્તાનને પોતાની હૈસિયત ખબર પડી ગઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધા બાદ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતી ઉત્પન્ન થઈ હતી. આ વાતનો વિરોધ કરી પાકિસ્તાને ભારત સાથે વ્યાપારિક સંબંધો પૂરા કરી દીધા હતા. પાકિસ્તાનને તો બંને દેશો વચ્ચે ચાલતી ટ્રેન સેવાઓ પણ બંધ કરી દીધી હતી. જો કે, હવે પાકિસ્તાનને પોતે જ પોતાના નિર્ણય બદલવો પડ્યો હોય તેવું બન્યું છે.
ત્યાં હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. હોસ્પિટલમાં દવાઓની તંગી આવી રહી છે. જેને લઈ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતીને જોતા પાકિસ્તાને પોતાના નિર્ણય બદલ્યો છે. પોતાની દવા ઈન્ડસ્ટ્રીને ભારત પાસેથી દવાઓ મગાવવાની મંજૂરી આપી છે.