લોક કલામાં રાજસ્થાનના જેસલમેલનું નામ રોશન કરનાર અનવર ખાન જ્યારે લોકગીત ગાય છે ત્યારે પ્રકૃતિમાં જલક જોવા મળે છે. અનવર ખાનની ગાયકીમાં જાદુ છે. થારના લોકગીત સંગીતને અંતરરાષ્ટ્રીય સ્તર પર લઇ જવામાં અનવર ખાનની ગાયકીનું મહત્વનું યોગદાન છે.
અનવર ખાનનો જન્મ 1960માં જેસલમેરના નાનકડા ગામમાં થયો હતો. અનવરે ભારતની સાથે 55 દેશોમાં પોતાની ગાયકીનો પરચમ લહેરાયો છે. સંગીતકાર એ.આર રહેમાનની સાથે પણ સંગીત ગાઇ ચૂંક્યા છે. અનવર ખાન ઘણી ફિલ્મોના ગીતમાં પણ પોતાનો આવાજ આપ્યો છે.
અનવર ખાન સાથે ETV ભારતની ખાસ વાતચીત અનવર ખાન શાનદાર સુફી ગાયક પણ છે. અનવર ખાન દેશ વિદેશમાં લોક ગીત-સંગીતના કાર્યક્રમ કરે છે.
અનવર ખાનનું માનવું છે કે, શાસ્ત્રીય સંગીત લોકગીતોમાં હોય છે. તેમણે કહેવું છે કે, લોકગીત પ્રકૃતિની દેન છે. અનવર ખાન મારવાડી, રાજસ્થાની, હિન્દી, ઉર્દુ, પંજાબી, સિંઘી ભાષામાં લોક ગીત ગાયા છે. અનવર રાજસ્થાની સુફી ગાયકીની મિસાલ છે. પદ્મશ્રી મળવા પર લોકોએ ફૂલોની માળાથી સ્વાગત કર્યું હતું અને શુભેચ્છા પણ પાઠવી હતી. અનવર ખાનને સંગીત અકાદમી નેશનલ એવોર્ડ 2017માં મળ્યો હતો.