આ અંગે ઓવૈસીએ જણાવ્યું હતું કે, આ તમામ ઘટનાઓ પાછળ ભાજપ સરકાર સંપૂર્ણ રીતે જવાબદાર છે.
ભાજપના સંરક્ષણ હેઠળ મૉબ લિન્ચીંગની ઘટનાઓ થાય છે: ઓવૈસી - mob
ન્યૂઝ ડેસ્ક: ઝારખંડમાં એક મુસ્લિમ યુવકને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો ત્યાર બાદ આ યુવકનું મોત થઈ ગયું હતું જેને લઈ હવે રાજકારણ ગરમાવા લાગ્યુ છે. AIMIMના અધ્યક્ષ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટનાઓ માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી હતી.
આપને જણાવી દઈએ કે, રવિવારે ઝારખંડમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. જેમાં ભીડ દ્વારા એક યુવકને મારતા દેખાઈ રહ્યા હતાં. આ ભીડ યુવકને જયશ્રી રામ બોલવા મજબૂર કરતા હતાં. આજે આ યુવકનું હોસ્પિટલમાં મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ ઓવૈસીએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં મુસ્લિમો વિરુદ્ધ આ પ્રકારની નફરત ફેલાવામાં આવી રહી છે.
ઓવૈસીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બધું રાજ્ય સરકારની રહેમોકરમ હેઠલ થઈ રહ્યું છે. 2014થી 2019 સુધીમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે હવે ફરી પાછી મોદી સરકાર આવી છે ત્યારે આવી ઘટનાઓ વધી રહી છે. તેમણે ભાર દઈને કહ્યું હતું કે, આવી ઘટનાઓ ત્યારે રોકાશે જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બાબતે ગંભીર બની પોતાની સંવૈધાનિક જવાબદારીઓ સ્વિકારશે.