ઓવૈસીએ કહ્યું કે, અમારા હિન્દુ ભાઇઓ માટે ગાય એક પવિત્ર પ્રાણી છે. બંધારણ વ્યકિતને જીવન અને સમાનતાનો અધિકાર આપે છે. આશા છે કે, વડાપ્રધાન તે વાતને યાદ રાખશે.
બંધારણમાં જીવન અને સમાનતાનો અધિકાર: અસદુદીન ઓવૈસી
હૈદરાબાદ: AIMIMના અધ્યક્ષ અસદુદીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાયના નિવદનને લઈને નિશાન સાધતા કહ્યું કે, વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં જે વાત કહી છે. તે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહી રહ્યાં છે. અમને આશા હતી કે, વડાપ્રધાન દરેક ધર્મની વાત કરશે, પરંતુ તેઓએ તેના કંઇ બોલ્યા ન હતાં.
બંધારણમાં જીવન અને સમાનતાનો અધિકાર: અસદુદીન ઓવૈસી
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ મથુરામાં કહ્યું હતું કે, અમારા દેશમાં કેટલાક લોકોના કાન પર જો ઓમ અથવા ગાય શબ્દ આવે તો તેના રૂવાટા ઉભા થઇ જતા હોય છે. તેને લાગે છે કે, 16મી અને 17મી સદીમાંથી તેઓ પસાર થઇ ગયા છે. તેવુ કહેનારા દેશને બર્બાદ કરવામાં કોઇ પણ કસર બાકી રાખતા નથી.