વિશ્વ એઇડ્સ દિવસનો ઉદેશ્ય HIV ચેપનું પ્રસરવાનું કારણ એઇડ્સ જેવી બીમારી પ્રત્યેની જાગૃતતા લોકોમાં વધારવી જોઇએ, સરકાર સંસ્થાઓ અને અન્ય લોકોને આ અભિયાનમાં કામ કરાવતા હોય છે.
1996માં સંયુક્ત રાષ્ટ્રએ વૈશ્વિક સ્તરે HIV/એઇડ્સ જેવા રોગ માટે પ્રચાર પ્રસારનું કામ હાથ પર લીધુ હતું અને વર્ષ 1997માં વિશ્વ એઇડ્સ અભિયાન હેઠળ તેને અટકાવવા માટેના કામ કર્યા હતાં.
વિશ્વમાં 30 કરોડથી વધુ લોકો HIVથી પ્રભાવિત
નવી દિલ્હી: દુનિયામાં HIV ચેપ લોકોને જાગૃત કરવા દરેક વર્ષે 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે. HIV એક એવી બીમારી છે, જે માત્ર બાળકો અને યુવાનોમાં નહીં પરંતુ કોઇ પણ ઉંમરના વ્યક્તિને થઇ શકે છે.
હકીકતમાં, HIV એક પ્રકારે જીવલેનાર જેવી ગંભીર બીમારી છે. જેને મેડિકલની ભાષામાં હ્યુમન ઇમ્યુમોડિફિશિએન્સી સિંડ્રોમ કહેવાય છે.
2019 મુજબ ગ્લોબલ HIV અને એઇડ્સના આંકડા, દુનિયામાં જૂન 2019ના અંત સુધીમાં 24.5 મિલિયન(2.45 કરોડ) લોકોને એન્ટીરેટ્રોવાઇરલ થેરેપી કરાવી હતી.
તેના સિવાય 2018 સુધી 37.9 મિલિયન(3.79 કરોડ) લોકો HIV ઇન્ફેક્સન સાથે જીવી રહ્યા છે, જ્યારે 2018માં 17 લાખ નવા કેસ સામે આવ્યા હતાં. તેના સિવાય એઇડ્સથી થનારી બિમારીના કારણે 7.70 લાખ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. 2018 સુધી HIV સાથે સંકળાયેલ 74.9 મિલિયન (7.49 કરોડ) લોકોમાંથી હજુ સુધી ઓછામાં ઓછા 3.2 કરોડ લોકોના મોત થયા છે.
જો વાત કરવામાં આવે તો ઉતર-પૂર્વના ત્રણ રાજ્યો અસમ, મિઝોરમ અને મેધાલયમાં કેસ વધી રહ્યાં છે. ઉતરાખંડમાં પણ સંખ્યા વધી રહી છે., જ્યારે નાગાલેન્ડ, મળિપુર, દિલ્લી, છતીસગઢ અને જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 7 વર્ષમાં 10% જેટલો ઘટાડો થયો છે.
તેલંગણા, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને દિલ્લી આ 10 રાજ્યોમાં કુલ વાર્ષિક નવા HIV ચેપનો 71% હિસ્સો છે.