નવી દિલ્હી : વિપક્ષી પાર્ટીઓના સાંસદો આજે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ ભવન વતી વિપક્ષી પાર્ટીઓના નેતાઓને સમય ફાળવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વિપક્ષી દળના પાંચ નેતાઓ આજે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રપતિ કોવિંદને મળશે.
વિપક્ષી દળના 5 સાંસદો આજે કૃષિ બીલના મુદ્દે રાષ્ટ્રપતિને મળશે - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
વિપક્ષી પાર્ટીઓના સાંસદો આજે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. સૂત્રોના હવાલેથી જણાવા મળ્યું છે કે, રાષ્ટ્રપતિ ભવન વતી વિપક્ષી પાર્ટીઓના નેતાઓને સમય ફાળવવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
માહિતી અનુસાર, કોરોના વાઇરસના કારણે પ્રોટોકોલ મુજબ ફક્ત માત્ર પાંચ નેતાઓને રાષ્ટ્રપતિને મળવાની મંજૂરી આપવામાં આવી છે.નોંધપાત્ર વાત એ છે કે NDA ની સહયોગી પાર્ટી શિરોમણિ અકાલી દળે બિલનો વિરોધ કર્યો છે. કેન્દ્રીય પ્રધાન અને પાર્ટીના સાંસદ હરસિમરત કૌર બાદલે પણ બીલનો વિરોધ કરવા માટે વડાપ્રધાન મોદીના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું છે.