કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીનું કહેવું છે કે, મને નથી લાગતું કે, EVMમાં છેડછાડના મુદ્દે ચૂંટણી પંચ ખાસ કંઈ પ્રયત્નો કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે EVMમાં છેડછાડના મુદ્દાને લઈ સમગ્ર દેશમાં આંદોલન કરીશું સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું.
ચૂંટણી પંચ પાસે જનારા નેતાઓમાં ચંન્દ્ર બાબૂ નાયડૂ પણ સામેલ છે. નાયડૂએ કહ્યું હતું કે, 21 રાજકીય પાર્ટીઓની માંગ છે કે, 50 ટકા મતદાન સ્લિપની EVM સાથે સરખામણી કરવામાં આવે.