ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નથુરામ ગોડસે પરના નિવેદન પર પ્રજ્ઞા ઠાકુરે માગી માફી - mahatma gandhi

નવી દિલ્હી: ભાજપ પર ધાર્મિક આધાર પર ધ્રુવીકરણ કરવાના આરોપ લાગી રહ્યા છે. ભોપાલથી ભાજપ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગોડસેને દેશભક્ત કહ્યો હતો. પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર વિપક્ષના પ્રહાર બાદ સાધ્વીએ માફી માગતા કહ્યું કે, આ મારો અંગત અભિપ્રાય છે. જ્યારે કોંગ્રેસે PM મોદી અને અમિત શાહને દેશને માફી માગવાની માગ કરી છે.

સ્પોટ ફોટો

By

Published : May 16, 2019, 11:59 PM IST

Updated : May 17, 2019, 2:59 AM IST

સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર ચૂંટણી પંચે મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માગ્યો છે.

કોંગ્રેસ મહાસચિવે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, પોતાના ઉમેદવારના નિવદેન પર ફક્ત સાઈડલાઈન કરી લેવું પાર્ટીનું કામ નથી. પ્રિયંકાએ વધુમાં લખ્યું કે, ભાજપ રાષ્ટ્રવાદી નેતાઓએ પોતાનો પક્ષ સ્પષ્ટ કરવો જોઈએ.

દિગ્વિજયે કહ્યું કે, આ લોકોએ દેશની સાથે માફી માગવી જોઈએ. હું પ્રજ્ઞા ઠાકુરના નિવેદનનું ખડન કરું છું. નથુરામ ગોડસે એક હત્યારો હતો. તેનો ગુનગાણ ગાવા દેશભક્તિ નથી પરંતુ દેશદ્રોહ છે.

વામ દળોએ ટ્વી્ટ કરીને પ્રજ્ઞા ઠાકુર અને ભાજપ પર નિશાન સાધ્યું છે, પાર્ટીએ ભાજપ હટાવો દેશ બચાવોનું સુત્ર આપ્યું છે.

વામ દળોનો પ્રધા ઠાકુર પર પ્રહાર

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને પ્રજ્ઞાની આલોચન કરી છે, ઓમરે ટ્વીટ કરીને સવાલ કરતા કહ્યું કે, મહાત્મા ગાંધીની હત્યા કરનાર દેશભક્ત છે, તો શું મહાત્મા ગાંધી રાષ્ટ્રદ્રોહી છે.

ઓમર અબ્દુલ્લાએ પ્રજ્ઞા ઠાકુરેના નિવેદનની આલોચના કરી
Last Updated : May 17, 2019, 2:59 AM IST

ABOUT THE AUTHOR

...view details