આ અગાઉ સતત બે નાણાંકીય વર્ષ દરમિયાન ઈન્ડિયન ઓઈલે ONGCથી વધારે નફો પ્રાપ્ત કર્યો હતો. તેલની કિંમતોમાં ઘટાડો થવાના કારણે ઈન્ડિયન ઓયલનો નફો ઓછો થયો હતો. તેના કારણે કંપનીને સર્વાધિક કારોબારીવાળી ભારતીય કંપનીના લાભ પણ અંબાણીના રિલાયન્સ ઈંડ્સ્ટીઝના હાથે ગુમાવી દીધો હતો.
નાણાંકીય વર્ષ 2017-18 દરમિયાન ઈન્ડિયન ઓઈલનો શુદ્ધ નફો 21,346 કરોડ રૂપિયા રહ્યો હતો. આ દરમિયાન ONGCને 19,945 કરોડ રૂપિયા શુદ્ધ નફો થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત ચોથા વર્ષે સૌથી વધુ નફો કમાનાર ભારતીય કંપની રહી. એક દશક પહેલા રિલાયન્સ કંપનીનો આકાર ઈન્ડિયન ઓઈલની સરખામણીએ અડધો હતો. પરંતુ પછીથી કંપનીએ દૂરસંચાર, ખૂદરા અને ડિઝિટલ સેવાઓ જેવા ક્ષેત્રોમાં વ્યવસાયની શરૂઆત કરી. જેથી તેને ઝડપથી વિસ્તાર કરવામાં મદદ કરી.