ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી હિંસા 48 લોકોને ભરખી ગઈ, 18 વર્ષીય આકિબનું GBT હોસ્પિટલમાં મોત

દિલ્હીમાં ઘાયલ થયેલા 18 વર્ષીય આકિબનું GBT હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હિંસામાં અત્યાર સુધી 48 લોકોના મોત થયા છે. આ મૃત્યુઆંક હજુ વધી શકે છે.

one-die-in-gtb-hospital-death-toll-in-delhi-violence-reach-to-48
દિલ્હી હિંસાએ વધુ એકનો ભોગ લીધો, મૃત્યુઆંક 48 થયો

By

Published : Mar 4, 2020, 12:09 PM IST

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા ફાટી નિકળી હતી. આ હિંસામાં 48 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. આ હિંસામાં ઘાયલ થયેલા લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. 18 વર્ષીય આકિબનું GBT હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

24 ફેબ્રુઆરીના રોજ ઘાયલ થયો હતો આકિબ

મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, 24 ફેબ્રુઆરીની સાંજે ભજનપુરામાં થયેલી હિંસામાં આકિબને માથામાં ઈજા પહોંચી હતી. જે બાદ તેને GBT હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ડૉક્ટરોએ તેની સારવાર દરમિયાન જણાવ્યું હતું કે, તેના માથામાં લોહી જામી ગયું છે, જેથી ઓપરેશન કરવું પડશે. ડૉક્ટરની ટીમે તેની સારવાર ચાલુ રાખી હતી, પરંતુ અકિબની તબિયત સતત બગડી રહી છે, સોમવાર મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

મૃતદેહનું PM

આકિબના મોતની માહિતી મળ્યા બાદ, પરિવારમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે. મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, અત્યાર સુધી દિલ્હીમાં થયેલી હિંસામાં અથડામણમાં કુલ 48 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ આંકડો આખરે ક્યારે અટકશે એ તો સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details