નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર વડા પ્રધાન મોદીએ પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કરતાં ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વની પ્રશંસા કરી છે. ભારત દ્વારા 11 મે, 1998ના દિવસે સફળતાપૂર્વક પહેલુ પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવાના ઉપલક્ષ્યમાં દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના રૂપે ઉજવણી કરવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના અવસર પર સમગ્ર દેશ તે લોકોને સલામ કરે છે, જે બીજાના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરીને તેનો લાભ લે છે. આપણે આ દિવસે 1998માં આપણા વૈજ્ઞાનિકો દ્વારા હાસલ કરેલી અસાધરણ ઉપલ્બધિઓને યાદ કરીએ છીએ. આ ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ હતી.
આ ઉપરાંત PM મોદીએ પોતાના અન્ય ટ્વીટમાં કહ્યું કે, આજે ટેકનોલોજી દુનિયાને કોવિડ 19થી મુક્ત કરવા માટે ઘણી મદદ કરી રહી છે. હું કોરોના વાઇરસને હરાવવા માટે આગળ રહીને રિસર્ચ અને ઇનોવેશન કરનારા લોકોને સલામ કરું છું. આપણે એક સ્વસ્થ અને સારી પૃથ્વી બનાવવા માટે પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરવો જોઇએ.
PM મોદીએ કહ્યું કે, 1998માં પોખરણ પરીક્ષણને પણ આ સિદ્ધ કર્યું હતું કે, મજબૂત નેતૃત્વ જ આ રીતે મોટા અને સ્પષ્ટ નિર્ણયો લાવી શકે છે.