લખનઉ : મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમના સરકારી નિવાસસ્થાન ખાતે ટીમ 11ના અધિકારીઓ સાથેની બેઠકમાં કોવિડ -19 થી જે સ્થિતિ ઉત્પન્ન થઇ છે તેના વિશે સમીક્ષા કરી હતી.તેમણે કહ્યું કે, જે કામદારો પરત આવી રહ્યા છે તેમને ખોરાક અને પાણી ઉપલબ્ધ કરાવવા જોઈએ, બધે પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ. આવા તમામ કામદારોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં લઈ જઈ તબીબી તપાસ કરાવી જોઈએ. રાજ્યમાં વધુ સારી રોજગારી મળી રહે તેવી વ્યવ્સ્થા કરવામાં આવશે.
UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક - અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્ય સરકારના અધિકારીઓને સ્થળાંતર કરનારા કામદારોની સલામત રીતે ઘર પરત ફરવા માટે સુનિશ્ચિત વ્યવસ્થા કરવા સુચના આપી છે. તેમણે અધિકારીઓને કહ્યું કે,અન્ય રાજ્યોના અધિકારીઓ સાથે વાત કરીને ઉત્તરપ્રદેશન પરત ફરી રહેલા કામદારો અને શ્રમિકોને એક્સપ્રેસ અથવા સુરક્ષિત વાહનોથી પરત તેમના ઘરે મોકલવવામાં આવે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક
તેમણે કૃષિ વિભાગના અધિકારીઓને જિલ્લાઓમાં જઇને ઘઉં ખરીદ કેન્દ્રની નિરીક્ષણ કરવા સૂચના આપી હતી.તેમણે વધુમાં કહ્યું કે જે પણ શ્રમિક પરત ફરી રહ્યા છે તેમણે ટ્રક, બાઇક, સાઇકલ નો ઉપયોગ ન કરવા જાગૃત કરવામાં આવે.તેમણે જાણકારી આપવામાં આવે કે તેઓ સુરક્ષીત સાધનોનો ઉપયોગ કરે.