ભુવનેશ્વર: ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પૂછ્યું છે કે, કોરોના વાયરસને પગલે લાગુ કરાયેલા 21 દિવસના લોકડાઉન દરમિયાન, રાજ્યના મનરેગા મજૂરો માટે 380 કરોડ રૂપિયાથી વધુ બેરોજગારી ભથ્થું ફાળવવું જોઈએ.
નવીન પટનાયકે મજૂરોને બેરોજગારી ભથ્થું આપવા વડાપ્રધાનને કરી અપીલ
લોકડાઉન દરમિયાન ઓડિશાના મુખ્યપ્રધાનએ પીએમ મોદીને રાજ્યના મનરેગા મજૂરો માટેના ભથ્થા અંગે પત્ર લખ્યો હતો. આ સાથે તેમણે પોતાના પત્રમાં કોવિડ-19 વિશે પણ વાત કરી હતી.
મુખ્યપ્રધાનએ મોદીને લખેલા પત્રમાં કહ્યું કે, કોવિડ -19 સામે લેવામાં આવતા પગલાની સાથે લોકોની મુશ્કેલીઓ ઓછી કરવી જરૂરી છે. મીડિયામાં જારી કરાયેલા પત્રમાં પટનાયકે કહ્યું કે 21 દિવસના બંધ દરમિયાન ગરીબ લોકો, ખાસ કરીને મનરેગા કામદારો સૌથી વધુ અસર પહોંચી છે.
તેમણે જણાવ્યું હતું કે, આ નાણાકીય વર્ષ દરમિયાન ઓડિશામાં 36,10,797 મજૂરો છે. જે લોકડાઉન દરમિયાન મનરેગા હેઠળ રોજગારથી વંચિત રહેશે. તેમણે કહ્યું કે, આવા મજૂરોની આજીવિકાને સુરક્ષિત રાખવા માટે મનરેગા એક્ટ હેઠળ 380 કરોડ રૂપિયાનું બેરોજગારી ભથ્થું બહાર પાડી શકાય છે.