ઓડિશામાં લોકસભા ચૂંટણીના ચૌથા તબક્કામાં કરોડપતિ ઉમેદવારોમાં કટક મતવિસ્તારથી ચૂંટણી લડી રહેલા બોબી મોહંતી સૌથી અમીર ઉમેદવાર છે. તેમની પાસે 106 કરોડથી વધારેની સંપત્તિ છે. તેમના બાદ મુખ્ય પ્રધાન અને BJDના અધ્યક્ષ નવીન પટનાયક છે. જેમની પાસે 60 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ છે.
ઓડિશા ઈલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણની અનુસાર, કરોડપતિ ઉમેદવારોમાં BJDના 97 ભાજપના 75 અને કોંગ્રેસના 73, બહુજન સમાજ પાર્ટીના 5 AAPના 4 અને 41 અપક્ષ ઉમેદવારોએ જાહેરાત કરી કે, તેમની પાસે એક કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ છે. ચૌથા તબક્કામાં સીટોના ઉમેદવારોની સરેરાસ સંપત્તિ પ્રતિ ઉમેદવાર 1.69 કરોડ રૂપિયા છે.