દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાનારા સંમેલનમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં OBCસમુદાયના લોકો એકત્રિત થશે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં OBCસમાજના લોકો આ સંમેલનમાં ભાગ લેશે. ગુજરાત OBCસેલના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીએ જણાવ્યુંકે, આગામી 27મી માર્ચે દિલ્હીમાં યોજાનાર OBC સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આશરે 1000 જેટલા લોકો સંમેલનમાં ભાગ લેશે.
ભાજપના OBC કાર્ડ સામે કોંગ્રેસ દિલ્હીમાં યોજશે OBC સંમેલન
અમદાવાદઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપના OBC કાર્ડ સામે કોંગ્રેસ પણ હવે OBC કાર્ડની રમત લાવશે. આગામી 27 માર્ચના રોજ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી OBC સમુદાયના લોકોને સંબોધન કરશે.
સ્પોટ ફોટો
વધુમાંલોકસભાની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી મુદ્દે ઘનશ્યામ ગઢવી જણાવ્યું કે, ગુજરાતમાં 50% થી વધુ જનસંખ્યા OBC સમુદાયની છે. પાર્ટીએ જનસંખ્યાને આધારે OBCસમાજને ટિકિટની ફાળવણી કરવી જોઈએ. આ અંગે તેઓએ પ્રમુખને રજૂઆત પણ કરી છે.