જાણો PM મોદી સાથે કયા કયા સાંસદોએ લીધા શપથ - swearing ceremony
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ ભવનમાં આજે સાંજે 7 કલાકે નરેન્દ્ર મોદીએ બીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ રાજનાથ સિંહે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. તેઓ મોદી મંત્રીમંડળમાં બીજા નંબરે રહેશે. ત્રીજા નંબરે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ વખતે 25 કેબિનેટ, 9 રાજ્યપ્રધાન સ્વતંત્ર હવાલો અને 24 રાજ્યપ્રધાન બનાવવામાં આવ્યાં. 19 નવા ચહેરાઓને જગ્યા મળી છે. 6 મહિલાઓને તક આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશથી સૌથી વધુ 9 સાંસદોને પ્રધાન બનાવવામાં આવ્યા છે. તો આ વખતે મેનકા ગાંધી અને રાજ્યવર્ધન રાઠોડને મંત્રીમંડળમાં સામેલ કરવામાં નથી આવ્યા.
PM મોદી શપથગ્રહણ સમારોહ
આ છે નવા મંત્રીમંડળના એ સાસંદો જેમણે લીધા PM મોદી સાથે શપથ
કેબિનેટ પ્રધાન | ||
1 | રાજનાથ સિંહ | લખનઉ (યુપી) |
2 | અમિત શાહ | ગાંધીનગર (ગુજરાત) |
3 | નીતિન ગડકરી | નાગપુર (મહારાષ્ટ્ર) |
4 | ડીવી સદાનંદ ગૌડા | બેંગલુરુ ઉત્તર (કર્ણાટક) |
5 | નિર્મલા સીતારમણ | તમિલનાડુ |
6 | રામવિલાસ પાસવાન | બિહાર |
7 | નરેન્દ્ર સિંહ તોમર | મુરૈના (યુપી) |
8 | રવિશંકર પ્રસાદ | (બિહાર) |
9 | હરસિમરત કૌર બાદલ | ભઢિંડા (પંજાબ) |
10 | થાવરચંદ ગેહલોત | મધ્યપ્રદેશ |
11 | એસ જયશંકર | પૂર્વ વિદેશ સચિવ |
12 | રમેશ પોખરિયા નિશંક | હરિદ્વાર (ઉત્તરાખંડ) |
13 | અર્જુન મુંડા | ખૂંટી (ઝારખંડ) |
14 | સ્મૃતિ ઈરાની | અમેઠી (યુપી) |
15 | હર્ષવર્ધન | (દિલ્હી) |
16 | પ્રકાશ જાવડેકર | મહારાષ્ટ્ર |
17 | પિયુષ ગોયલ | મહારાષ્ટ્ર |
18 | ધર્મેન્દ્ર પ્રધાન | મધ્યપ્રદેશ |
19 | મુખ્તાર અબ્બાસ નકવી | ઉત્તરપ્રદેશ |
20 | પ્રહ્લલાદ જોશી | ધારવાડ (કર્ણાટક) |
21 | મહેન્દ્રનાથ પાંડે | ચંદૌલી (ઉપ્ર) |
22 | અરવિંદ સાવંત | મુંબઈ દક્ષિણ (મહારાષ્ટ્ર) |
23 | ગિરિરાજ સિંહ | બેગૂસરાય (બિહાર) |
24 | ગજેન્દ્ર સિંહ શેખાવત | જોધપુર (રાજસ્થાન) |
રાજ્યપ્રધાન (સ્વતંત્ર હવાલો) | ||
1 | સંતોષ ગંગવાર | બરેલી (ઉપ્ર) |
2 | રાવ ઈન્દ્રજીત સિંહ | (હરિયાણા) |
3 | શ્રીપદ નાઈક | (ગોવા) |
4 | જીતેન્દ્ર સિંહ | (જમ્મૂ-કાશ્મીર) |
5 | કિરણ રિજ્જૂ | અરુણાચલ પશ્ચિમ |
6 | પ્રહ્લાદ પટેલ | દમોહ (મપ્ર) |
7 | આરકે સિંહ | આરા (બિહાર) |
8 | હરદીપ પુરી | દિલ્હી |
9 | મનસુખ માંડવિયા | ભાવનગર (ગુજરાત) |
રાજ્યપ્રધાન | ||
1 | ફગ્ગન સિંહ કુલસ્તે | મંડલા (મપ્ર) |
2 | અશ્વિની ચૌબે | બક્સર (બિહાર) |
3 | અર્જુન રામ મેઘવાલ | બીકાનેર (રાજસ્થાન) |
4 | વીકે સિંહ | ગાઝિયાબાદ (ઉપ્ર) |
5 | કૃષ્ણપાલ ગુર્જર | ફરીદાબાદ (હરિયાણા) |
6 | રાવ સાહેબ દાનવે | જાલના (મહારાષ્ટ્ર) |
7 | જી કિશન રે્ડ્ડી | સિંકદરાબાદ (તેલંગણા) |
8 | પુરષોત્તમ રુપાલા | અમરેલી (ગુજરાત) |
9 | રામદાસ આઠવલે | મહારાષ્ટ્ર |
10 | સાધ્વી નિરંજન જ્યોતિ | ફતેહપુર (ઉપ્ર) |
11 | બાબુલ સુપ્રીયો | આસનસોલ (બંગાળ) |
12 | સંજીવ બાલિયાન | મુઝફ્ફરનગર (ઉપ્ર) |
13 | સંજય ધોત્રે | અકોલા, મહારાષ્ટ્ર |
14 | અનુરાગ ઠાકુર | હમીરપુર, હિમાચલ |
15 | સુરેશ અંગડી | બેલગામ, કર્ણાટક |
16 | નિત્યાંનંદ રાય | ઉજિયાપુર (બિહાર) |
17 | રતન લાલ કટારિયા | અંબાલા (હરિયાણા) |
18 | વી મુરલીધરન | કેરળ |
19 | રેણુકા સિંહ સરુતા | સરગુજા (છત્તીસગઢ) |
20 | સોમ પ્રકાશ | હોશિયારપુર (પંજાબ) |
21 | રામેશ્વર તેલી | ડિબ્રૂગઢ (આસામ) |
22 | પ્રતાપ ચંદ્ર સારંગી | બાલાસોર (ઓરિસ્સા) |
23 | કૈલાશ ચૌધરી | બાડમેર (રાજસ્થાન) |
24 | દેબોશ્રી ચૌધરી | રાયગંજ (બંગાળ) |
Last Updated : May 31, 2019, 1:00 AM IST