ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NTA પરીક્ષાઓ 2020: 1 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી, DUET, IGNOU OPENMAT, ICAR AIEEA અને UGC NET તારીખ જાહેર - ELEARNING STORY

NTA દ્વારા લેવામાં આવતી અન્ય પ્રવેશ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. એનટીએએ યુજીસી નેટ, ઈગ્નુ એમબીએ પ્રવેશ પરીક્ષા ઓપનમેટ અને પીએચડી પ્રવેશ પરીક્ષા સહિત વિવિધ પ્રવેશ પરીક્ષાઓની તારીખોની ઘોષણા કરી છે.

NTA releases Revised Exam Dates
NTA પરીક્ષાઓ 2020

By

Published : Aug 21, 2020, 5:44 PM IST

નવી દિલ્હીઃ NTA દ્વારા લેવામાં આવતી અન્ય પ્રવેશ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. એનટીએએ યુજીસી નેટ જૂન 2020 , ઈગ્નુ એમબીએ પ્રવેશ પરીક્ષા ઓપનમેટ અને પીએચડી પ્રવેશ પરીક્ષા સહિત વિવિધ પ્રવેશ પરીક્ષાઓની તારીખોની ઘોષણા કરી છે. એનટીએ 20 ઓગસ્ટ, 2020ને ગુરુવારે જાહેર કરેલી સત્તાવાર માહિતી દ્વારા કુલ 7 પરીક્ષાઓની તારીખોની ઘોષણા કરી છે. આ પ્રવેશ પરીક્ષાઓ સપ્ટેમ્બરથી- ઓક્ટોબર વચ્ચે લેવામાં આવશે. જો કે, આઇસીએઆર એઆઈઇઇએ 2020 પ્રવેશ પરીક્ષા માટેની નિયત તારીખ ટૂંક સમયમાં એજન્સી દ્વારા જાહેર કરી શકાય છે. જે ઉમેદવારોએ આ પ્રવેશ પરીક્ષાઓ માટે અરજી કરી છે, તેઓ એનટીએની સત્તાવાર વેબસાઇટ નીચે આપેલ સીધી લીંક ઉપરથી તેમની સંબંધિત પ્રવેશ પરીક્ષાની તારીખ ચકાસી શકશે.

NTA પરીક્ષાઓ 2020

https://data.nta.ac.in/Download/Notice/Notice_20200820174440.pdf

NTA પરીક્ષા કેલેન્ડર 2020 - રિવાઈઝ્ડ પરીક્ષાની તારીખ

Exam Name Date
UGC NET June 2020 16th to 18th Sept 2020
21st to 25th Sept 2020
DUET 2020 - Delhi University 6th to 11th Sept 2020
ICAR AIEEA 2020 7th and 8th Sept 2020
IGNOU Open MAT 2020 15th Sept 2020
AIAPGET 2020 28th Sept 2020
IGNOU PhD Entrance Test 2020 4th October 2020
ICAR PhD, Masters degree, JRF/SRS જાહેર કરવામાં આવશે

એડમિટ કાર્ડ પરીક્ષાના 15 દિવસ પહેલા આપવામાં આવશે

  • પરીક્ષાને લગતી જરુરી માહિતી સિવાય NTAએ એડમિટ કાર્ડ વિશેની જાણકારી આપી છે.
  • એજન્સીએ જાણકારી આપી છે કે, એડમિટ કાર્ડ પરીક્ષાના 15 દિવસ પહેલા મળશે.
  • જો તમને 6 સપ્ટેમ્બરે પરીક્ષા હશે તો 23 ઓગસ્ટે એડમિટ કાર્ડ મળી જશે.

ABOUT THE AUTHOR

...view details