નવી દિલ્હી: પૂર્વી લદ્દાખમાં તણાવ વધ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે મંગળવારના રોજ ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી હતી અને ભારત-ચીન સરહદ ઉપર વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મળતી મહિતી મુજબ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી શકે છે. તેમણે કહ્યું કે ચીની સેનાએ લદાખના ચૂશુલ નજીક પેંગોંગ દક્ષિણના કાંઠે ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો રહ્યા હતા. જેને ભારતીય સેનાએ નિષ્ફળ કર્યો હતો.
આ દરમિયાન ભારતીય અને ચીની સેના વચ્ચે બ્રિગેડ કમાન્ડર કક્ષાની ચૂશુલ મોલ્ડોમાં બેઠક ચાલી રહી છે. ભારત અને ચીન વચ્ચે મે મહિનામાં પૂર્વ લદ્દાખની ગાલવાન ઘાટીમાં ફિંગર એરિયા, ગલવાન ઘાટી, હોટ સ્પ્રિંગ્સ અને કોંગ્રંગ નાળા સહિતના અનેક વિસ્તારો પર ગેરકાયદે કબજો કરવાને લઈને તણાવ ચાલી રહ્યો છે.
ચીન દ્વારા પેંગોંગ ત્સો ક્ષેત્રમાં સ્થિતીમાં પરિવર્તન લાવવા માટે 15 જૂને ગલવાન ઘાટીમાં પ્રયાસ કર્યો હતો. આ અથડામણ પ્રદેશની પહેલી મોટી ઘટના હતી, જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.
આ અથડામણમાં ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા, પરંતુ ચીને તેની સત્તાવાર જાહેર કરી નથી. તેના કેટલાક સૈનિકો ઇજાગ્રસ્ત થયા હોવાની જાહેરાત કરી હતી. જોકે, યુએસ ગુપ્તચર અહેવાલ મુજબ, આ આથડામણમાં 35 ચીની સૈનિકો માર્યા ગયા હતા.