આ સુવિદ્યાઓ એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે પહેલીથી જ ઉપલબ્ઘ હતી અને આવતા સપ્તાહમાં તે આઇએસઓમાં પણ મળી જશે તેવો રિપોર્ટ કરાયો જાહેર કરાયો છે.
ફેસબુક નવા ફિચર્સ ઉમેરી રહ્યુ છે કે જે પબ્લિક સ્વિચ ટેલિફોન નેટવર્ક જેવી સુવિદ્યા શરૂ થશે. જેના થી લોકોને ટોલ ફ્રી નંબર દ્વારા લાઇવસ્ટ્રીમ કરીને સાંભળી પણ શકાય છે.
ફેસબુક લાઇવ પણ "ઓડિયો ઓનલી" મોડ પર કામ કરી રહી છે.
હાલ અબજો લોકો લોકડાઉનના કારણે ઘરે બેઠા હોવાને કારણે સોશિયલ મિડીયા જાયન્ટ ફેસબુક તેની એપ્લીકેશનના વપરાશમાં મોટો ઉછાળો જોવા મળી શકે તેમ છે.
નવા જ પ્રકારની મહામારી લાવનાર કોરોના વાયરસના ડર વચ્ચે 70 ટકાથી વધુ લોકો વિડીયો કે કોલનો ઉપયોગ કરી રહ્યા છે. અને ફેસબુક તેમજ ઇન્ટાગ્રામ લાઇવમાં સામાન્ય કરતા વધારે સમય પસાર કરી રહ્યા છે.
વિશ્વમાં ઇન્ટરનેટના અભુતપૂર્વ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંચાલનને કારણે લોકોને ઘરે બેસવામાં ઘણી સરળતા રહે છે. તો ફેસબુક અઅને ઇન્ટાગ્રામે ભારતમાં તેમજ લેટિન અમેરિકામાં વિડીયો ગુણવતા ઘટાડવાની જાહેરાત કરી છે.