ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જયા પ્રદા પર સપા નેતાની અભદ્ર ટિપ્પણી, મહિલા આયોગે નોટિસ ફટકારી

નવી દિલ્હી: ચૂંટણી આવતા જ નેતાઓની ભાષા એવી થઈ જાય છે કે, પાર્ટીઓ માટે તો ઠીક સામાન્ય લોકો માટે પણ માથાનો દુખાવો સાબિત થતું હોય છે. ઉત્તરપ્રદેશના સમાજવાદી પાર્ટીના નેતાએ ભાજપ ઉમેદવાર અને અભિનેત્રી જયા પ્રદા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જેને લઈ મહિલા આયોગ લાલઘૂમ થઈ ગયું છે તથા નેતા પર નોટિસ પણ ફટકારી દીધી છે.

By

Published : Mar 29, 2019, 12:41 PM IST

Updated : Mar 29, 2019, 1:14 PM IST

જયા પ્રદા પર સપા નેતાની અભદ્ર ટિપ્પણી

યુપીના સંભલથી સપા નેતા ફિરોઝ ખાને જ્યા પ્રદા પર અભદ્ર ટિપ્પણી કરતા કહ્યું કે, (...............) જ્યારે જ્યારે ચૂંટણીનો માહોલ ચાલશે ત્યાં સુધી આવું રહેશે.

આપને જણાવી દઈએ કે, રામપુરથી ભાજપે જયા પ્રદાને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે સપાએ આઝમખાનને અહીં મેદાનમાં ઉતાર્યા છે.

ફિરોઝ ખાન અહીંથી અટક્યા નહોતા, તેમણે વધુમાં કહ્યું હતું કે,(...........................)

તેમના આ રીતના અભદ્ર નિવેદન પર મહિલા આયોગે તેમને નોટિસ ફટકારી છે.

Last Updated : Mar 29, 2019, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details