વિશેષ ન્યાયાધીશ અજયકુમાર કુહાડે ઈડીને ચિંદમ્બરની પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. સ્વાસ્થ્ય સંબધી જો કોઈ તકલીફ થશે તો તેમને તાત્કાલીક એઈમ્સમાં લઈ જવાશે.
INX મીડિયા કેસમાં પી ચિંદમ્બરમ 30 ઓક્ટોબર સુધી EDની કસ્ટડીમાં
નવી દિલ્હી: દિલ્હીની એક અદાલતે આઈએનએક્સ મીડિયા કેસમાં મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના પૂર્વ નાણાપ્રધાન ચિંદમ્બરને 30 ઓક્ટોબર સુધી EDની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.
અદાલતે કહ્યું છે કે, તેમને ઘરનું ભોજન આપવામાં આવશે. સિબ્બલે ચિંદમ્બરમની હૈદરાબાદમાં સારવાર માટે બે દિવસના જામીન માગ્યા હતાં. ઈડીના સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે, જો તપાસને રોકવામાં આવશે તો અન્યાય થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચિંદમ્બરમની વધુ પૂછપરછ કરવાની જરૂર છે.
સિમ્બલે કહ્યું હતું કે, ચિંદમ્બરમની સારવાર તેમના જ ચિકિત્સક દ્વારા હૈદરાબાદમાં કરવી જરૂરી છે. સારવાર બાદ તેઓ ફરીથી તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે. તેની સામે મહેતાએ દલીલી કરી હતી કે, દિલ્હીમાં પૂરતા તબીબો છે. તેમની સારવાર દિલ્હીમાં પણ થઈ શકે છે. જેથી કોર્ટે જુની શરતોને યથાવત રાખી ચિંદમ્બરમને 30 ઓક્ટોબર સુધી EDની કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે.