અઠાવલેએ મોહન ભાગવતે કરેલી ટિપ્પણી બાદ તેનો વળતો પ્રહાર કરતા વધુમાં કહ્યું કે એક સમય હતો જ્યારે અમારા દેશમાં દરેક લોકો બોદ્ધ હતા. પરંતુ, હિંદુ ધર્મ આવ્યો તો અમે હિન્દુ રાષ્ટ્ર બન્યા. તેઓએ વધુમાં કહ્યું કે મોહન ભાગવતનો મતલબ એ છે કે દરેક કોઇ આપણા હોય, તો તે સારૂ છે.
મોહન ભાગવતનુ બધા જ ભારતીયોને હિંદુ કહેવુ ખોટું : અઠાવલે
નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંધના પ્રમુખ મોહન ભાગવતે કરેલી ટિપ્પણી પર કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ નિવેદન આપતા કહ્યું કે એ કહેવુ ખોટુ છે કે ભારતના બધા જ લોકો હિંદુ છે. એક સમય હતો ભારતમાં બધા લોકો બૌદ્ધ ધર્મને માનનારા હતાં.
મોહન ભાગવતનુ બધા જ ભારતીયોને હિંદુ કહેવુ ખોટુ : અઠાવલે
જ્યારે નાગરિકતા કાયદાને લઇને કહ્યુ કે તેનો ઇરાદો મુસલમાનોને દેશમાંથી ભગાડવાનો નહીં. પરંતુ, પાકિસ્તાન, અફધાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ઉત્પીડનનો સામનો કરી રહેલા શિખ, બોદ્ધ અને હિંદુઓને નાગરિકતા આપવા માટે છે. સાથે તેઓએ એ વાતને પણ નકાર્યુ કે નાગરિકતાને સાબિત નહી કરી શકે તો તેને ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવશે.