બે દિવસ પહેલા સમાજવાદી પાર્ટીમાં સામેલ થયેલી પૂનમ સિન્હાએ પોતાનું નામાંકન ભર્યું હતું. આપને જણાવી દઈએ કે, સપા ઉમેદવાર પૂનમ સિન્હા લખનઉથી રાજનાથ સિંહની ટક્કર આપશે.
મેનકા ગાંધી, અખિલેશ યાદવ તથા પૂનમ સિન્હાએ નામાંકન ભર્યું - up
ન્યૂઝ ડેસ્ક: હાલ દેશમાં લોકસભા ચૂંટણીના માહોલ ચાલી રહ્યો છે. જેને લઈ આજે દેશમાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં આજે અનેક મોટા ચહેરાઓ ઉમેદવારી નોંધાવી હતી.
design photo
આ બાજું સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ આઝમગઢ સીટ પરથી નામાંકન ભર્યું છે. હાલ આ સીટ પર તેમની પિતા મુલાયમ સિંહ યાદવ સાંસદ છે.
સુલતાનપુર સીટ પરથી મેનકા ગાંધીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી. 5 કીમી રોડ શૉ કર્યા બાદ મેનકા ગાંધીએ નામાંકન ભર્યું હતું.