ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર હરિયાણા ચૂંટણી: ઉમેદવારી ભરવાનો આજે છેલ્લો દિવસ, અનેક દિગ્ગજોએ ભર્યા ફોર્મ

ન્યૂઝ ડેસ્ક: 21 ઓક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણી માટે આજે હરિયાણા અને મહારાષ્ટ્રમાં ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ હોવાને કારણે આ બંને રાજ્યોમાં મોટા માથાઓ ઉમેદવારી ભરવા પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં અનેક દિગ્ગજોની સાથે તેમના સમર્થકો પણ પહોંચી રહ્યા છે. તો વળી અમુક જગ્યાએ પાર્ટી નેતાઓ વચ્ચે ઝપાઝપી અને પાર્ટી સાથેનો બળવો પણ ચરમસીમા પર આવી રહ્યો છે.

maharashtra election

By

Published : Oct 4, 2019, 12:30 PM IST

Updated : Oct 4, 2019, 12:47 PM IST

હરિયાણામાં અનેક દિગ્ગજો ભરશે ઉમેદવારી પત્ર

ગઢી સાંપલા કિલોઈથી પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા

ભિવાનીથી કિરણ ચૌધરી

બાઢડાથી નૈના ચૌટાલા

ઉચાના દુષ્યંત ચૌટાલા

અંબાલાથી અનિલ વીજ

કરનાલથી તેજબહાદુર

આદમપુરમાંથી સોનાલી ફોગાટ

ani twitter

મહારાષ્ટ્રના દિગ્ગજો

મહારાષ્ટ્રમાં પણ આજે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉમેદવારી નોંધાવશે. ગત રોજ મહારાષ્ટ્રની રાજનીતિમાં પ્રવેશ કરનારા ઠાકરે પરિવારના આદિત્યએ પણ મુંબઈની વરલી સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે.

ani twitter

આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે. બંને રાજ્યોમાં સત્તાધારી ભાજપ ફરી એક પોતાની પાર્ટીના મુખ્યપ્રધાન બનાવવા મહામહેનત કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ 150 અને શિવસેના 124 સીટ લડી રહી છે.

Last Updated : Oct 4, 2019, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details