સત્યપાલ મલિકે એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીને કાશ્મીર આવવા આમંત્રણ આપ્યુ હતું. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધી કાશ્મીર આવવા ઇચ્છે છે, તો તે તેના માટે ખાસ વિમાન મોકલશે. રાહુલે કહ્યું કે તેને કોઇ ખાસ વિમાનની જરૂર નથી. તે ઇચ્છે છે કે તેને સ્વતંત્ર રીતે ફરવાનો મોકો મળે.
એયરક્રાફ્ટની જરૂર નથી, આઝાદીથી ફરવા ઇચ્છું છુ: રાહુલ ગાંધી
નવી દિલ્હી: રાજ્યપાલ સત્યપાલ મલિકની ઓફર પર રાહુલ ગાંધીએ કહ્યું કે કાશ્મીર આવવા તૈયાર છું. પરંતુ, તેને કોઇ પણ જાતની રોક ટોક વિના ત્યાં લોકલ જનતાને મળવાની મંજુરી આપવામાં આવે. વધુમાં જણાવ્યું કે તેની સાથે અન્ય વિપક્ષના નેતાઓ પણ હાજર રહેશે.
એયરક્રાફ્ટની જરૂરત નથી, આઝાદીથી ફરવા ઇચ્છું છુ: રાહુલ ગાંધી
રાહુલે કહ્યું કે તે તેના કાર્યકર્તાને અને લોકલ જનતાને પણ મળવા ઇચ્છે છે. તે ત્યાં ફરવા માગે છે. સરકાર તેની મંજુરી આપે. તેને કોઇ ખાસ એયરક્રાફ્ટની જરૂર નથી.
મલિકે કહ્યું, " મેં રાહુલ ગાંધીને અહીં આવવા માટે આમંત્રણ પાઠવ્યું છે. અને તે માટે ખાસ વિમાન મોકલીશ જેનાથી તે પરિસ્થિતી પર નજર રાખી શકે અને ત્યાર બાદ નિવેદન આપવા જણાવ્યું હતું.