અધિકારી બ્રજેશ નારાયણ સિંહે પેટ્રોલ પંપ માલિકો સાથે બેઠક કરતા જણાવ્યું હતું કે, નોઇડા અને ગ્રેટર નોઇડામાં આ નિર્ણયની અમલવારી કરવામાં આવશે. ત્યાર બાદ ગૌતમ બુદ્ધનગર વિસ્તારમાં પણ આ નિર્ણયની અમલવારી કરવામાં આવશે.
જો બાઇક ચાલક હેલ્મેટ નહીં પહેરે તો પેટ્રોલ-ડીઝલ નહી મળે... - diesel
નવી દિલ્હી: રાજધાનીમાં હવે હેલ્મેટ વિના બાઇક અને સ્કૂટી ચલાવવી મોંધી પડી શકે છે. હકીકતમાં નોઇડા અને ગ્રેટર નોઇડામાં રસ્તાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 1 જુનથી ટુ-વ્હીલર વાહનોંમાં હેલ્મેટ નહી પહેરવા પર પ્રેટ્રોલ પંપ પરથી પેટ્રેલ કે ડીઝલ નહીં મળી શકે. આ નિર્ણય તંત્રએ મંગળવારના રોજ લીધો હતો.
હવેથી બાઇક ચાલકોને પેટ્રોલ અને ડીઝલ નહી મળી શકે, જુઓ કઇ રીતે
તેઓએ સુરજપુર જિલ્લા મથકને જણાવ્યું કે, " જે લોકો હેલ્મેટ વિના પેટ્રોલ અને ડીઝલ ભરાવવા આવે તેને જણાવવાનું કે, જો હેલ્મેટ પહેરશે તો જ પેટ્રોલ અને ડીઝલ મળશે. આ નિર્ણયની અમલવારી 1 જૂનથી નોઇડા અને ગ્રેટર નોઇડામાં થશે.
તંત્રએ હેલ્મેટ નહીં પહેરવા ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા તથા હેલ્મેટ વિના આવીને પેટ્રોલ પંપ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરવા પર તેની ધરપકડ અને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.