ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુડુચેરીમાં ધોરણ-10ની પરીક્ષા રદ, વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન: CM નારાયણસામી - કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશો

પુડુચેરીના મુખ્યપ્રધાન નારાયણસામીએ જણાવ્યું છે કે, હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને કારણે ધોરણ-10ની પરીક્ષા રદ કરવામાં આવી છે. બધા જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે.

puducherry
puducherry

By

Published : Jun 10, 2020, 7:23 AM IST

પુડુચેરી: પુડુચેરીના મુખ્યપ્રધાન નારાયણસામીએ જણાવ્યું છે કે, હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને કારણે ધોરણ-10ની પરીક્ષા રદ કરવામાં આવી છે. બધા જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે.

એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા પુડુચેરીના મુખ્યપ્રધાન નારાયણસામીએ જણાવ્યું કે, હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને કારણે ધોરણ-10ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક કામગીરી અને હાજરીના આધારે પ્રમોશન આપવામાં આવશે.

આ પહેલા એક ટ્વીટમાં મુખ્યપ્રધાન નારાયણસામીએ જણાવ્યું હતું કે, ધોરણ-11ના એક પેપર માટે યોજાનારી પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. ધોરણ-11માં પુડુચેરીમાં કુલ 14,553 વિદ્યાર્થીઓ છે. તેમના એક પેપરની પરીક્ષા રદ કરવામાં આવી છે અને ધોરણ-10 માટે પણ આ જ પ્રકિયાનું પાલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સ્કૂલ અને કૉલેજોને ફરી ખોલવાનો નિર્ણય કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશોની જાહેરાત કર્યા બાદ લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details