જોકે કાચા તેલના ભાવમાં ફરી તેજી આવી છે. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે. અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક તણાવનો ઉકેલ શોધવાની દિશામાં સંકેત મળવાથી તેલના ભાવમાં તેજી આવી શકે તેમ છે. કારણ કે વ્યાપારિક તણાવ દૂર થવાને કારણે કાચા તેલની વૈશ્વિક માગમાં વધારો થશે.
તો બીજી તરફ ખાડી વિસ્તારમાં ભૂ-રાજકીય દબાણના કારણે તેમજ તેલનો પૂરવઠો હોવાને કારણે કીંમતોને ટેકો મળી રહ્યો છે.
ઇન્ટરનેશનલ ફ્યુચર્સ માર્કેટ ICE પર ગત સત્રમાં બ્રેન્ટના ભાવમાં બે ટકાની તેજી આવી અને બુધવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 62 ડૉલર પ્રતિ બેરલથી ઉંચો ચાલી રહ્યો હતો.
ઈન્ડિયન ઑયલની વેબસાઈટ પ્રમાણે, દિલ્હી, કોલકતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ પૂર્વવત ક્રમશ: 69.93 રૂપિયા, 72.19 રૂપિયા, 75.63 રૂપિયા અને 72.64 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલના ભાવ પણ ચારેય મહાનગરોમાં ક્રમશ: 63.84 રૂપિયા, 65.76 રૂપિયા, 66.93 રૂપિયા અને 67.52 રૂપિયા પ્રતિ લીટર પર છે.