સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા સુક્ષ્મ, લઘું અને મધ્યમ ઉપક્રમ મંત્રાલયનો કારભાર સંભાળ્યા બાદ એક ઈન્ટરવ્યુમાં ગડકરીએ કહ્યું હતું કે, આગળનું મિશન જીડીપી વૃદ્ધિને તેજ કરવાનું રહેશે. પછી તે રાજમાર્ગો પર ઘ્યાન આપવાનું હોય કે એમએસએમઈનો વિસ્તાર વધારીને પણ વૃદ્ધિ ચોક્કસ થશે.
ગડકરીએ વધુમાં કહ્યું હતું કે, રાજમાર્ગો નવા બનાવવા માટેની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે. અમારી યોજના રાજમાર્ગોમાં ઓછામાં ઓછી 15 લાખ કરોડ રુપિયા કરવાની છે જેમાં 22 એક્સપ્રેસવેનું નિર્માણ, રોકાયેલી તમામ યોજનાઓને 100 દિવસમાં આગળ લઈ જવી તથા પાવરગ્રિડને ધ્યાનમાં રાખી સડકોનું નિર્માણ કરવાનો પ્લાન સામેલ છે.
તેમણે આગળ કહ્યું હતું કે, તેમના વિતેલા કાર્યકાળમાં અલગ અલગ મંત્રાલયોમાં 17 લાખ કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.જેમાં 11 લાખ કરોડ રુપિયા ફક્ત રાજમાર્ગો બનાવામાં જ વપરાયા છે.
ગડકરીએ લોકસભા ચૂંટણીમાં મળેલી જીત માટે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, મોદી રાજમાં લોકોએ રાજનીતિ, જાતિવાદ અને સંપ્રદાયવાદથી ઉપર જઈ જનાધાર આપ્યો છે.તેનાથી તે વિશ્વાસ મજબૂત થાય છે કે, લોકોને વિકાસની વાત પસંદ આવી રહી છે.