તમને જણાવી દઈએ કે, ગડકરી અહીં શિવસેના ઉમેદવાર સદાશિવ લોખંડે માટે ચૂંટણી પ્રચાર કરવા આવ્યાં હતાં. આ પ્રચાર દરમિયાન નિતિન ગડકરીની તબિયત અચાનક લથડી હતી. મળતી માહિતી મુજબ, કાળઝાર ગરમીમાં નિતિન ગડકરી શરિડીમાં યોજાયેલી રેલીને સંબોધિત કરી હતી. આ સંબોધન દરમિયાન ત્રણ વાર તેમણે શરબત પીધો હતો, પરંતુ ભાષણ દરમિયાન ગડકરીની તબિયત ખરાબ થઈ રહી ગઈ હતી. જેથી પોતાના ભાષણને પૂર્ણ વિરામ નીકળી ગયાં હતાં.
શિરડીમાં ભાષણ દરમિયાન ગડકરીની તબિયત લથડી, મંચ પર આવ્યાં ચક્કર - shiv sena
શિરડી: કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીની ફરી એકવાર રેલીને સંબોધિત કરતી વખતે તબિયત ખરાબ થઈ ગઈ હતી. શનિવાર પર શિરડીમાં ભાજપના નેતા નિતિન ગડકરીએ એક ચૂંટણી સભામાં સંબોધન કરી રહ્યાં હતાં. આ દરમિયાન ગડકરીને અચાનક જ ચક્કર આવ્યા હતાં. સ્ટેજ પર રહેલા પાર્ટી કાર્યકર્તાઓએ તમને સંભાળ્યાં હતાં. હાલ તેમની હાલત ઠીક હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્પોટ ફોટો
આ દરમિયાનમાં મંચ પરના લોકોએ ગડકરીને સહાય આપી અને પાણી પીવડાવ્યું હતું. પાંચ મિનિટ બાદ ગડકરી ત્યાંથી નીકળી ગયાં હતાં. મહત્વનું છે કે, આ પહેલા પણ ગત વર્ષે ડિસેમ્બરમાં મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં એક સભા દરમિયાન નિતિન ગડકરી તબિયત લથડી હતી, ત્યારે કહેવાયું હતું કે, ગડકરીના શરીરમાં ઓક્સિજનની ઉણપ છે.
શિરડીમાં ભાષણ દરમિયાન ગડકરીની તબિયત લથડી